નીતિવચનો ૧૪:૩
મૂર્ખના મુખમાં અભિમાનની સોટી છે , પણ જ્ઞાનીઓના હોઠ તેઓનું રક્ષણ કરે છે.નીતિવચનો ૧૪:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 14:3
- The fool’s talk brings a rod to his back, but the lips of the wise protect them.
- हिन्दी — नीतिवचन १४:३
- मूर्ख के मुँह में गर्व का अंकुर है , परन्तु बुद्धिमान लोग अपने वचनों के द्वारा रक्षा पाते हैं।
સંદર્ભમાં
૧દરેક સમજુ સ્ત્રી પોતાના ઘરની આબાદી વધારે છે, પણ મૂર્ખ સ્ત્રી પોતાને જ હાથે તેનો નાશ કરે છે.
૨જે વિશ્વનીયતામાં ચાલે છે તે યહોવાહનો ડર રાખે છે, પણ જે પોતાના માર્ગોમાં અવળો ચાલે છે તે તેને ધિક્કારે છે.
૩મૂર્ખના મુખમાં અભિમાનની સોટી છે , પણ જ્ઞાનીઓના હોઠ તેઓનું રક્ષણ કરે છે.
૪જ્યાં બળદ ન હોય ત્યાં ગભાણ સાફ જ રહે છે, પણ બળદના બળથી ઘણી ઊપજ થાય છે.
૫વિશ્વાસુ સાક્ષી જૂઠું બોલશે નહિ, પણ જૂઠો સાક્ષી જૂઠું જ બોલે છે.
