Home›Bible›ગુજરાતી›Psalmsગીતશાસ્ત્ર ૧૦૦100%AA૧હે પૃથ્વીના લોકો, યહોવાહની સમક્ષ ગાઓ.૨આનંદથી યહોવાહની સેવા કરો; ગાતાં ગાતાં તેમની આગળ આવો.૩જાણો કે યહોવાહ તે જ ઈશ્વર છે; તેમણે આપણને ઉત્પન્ન કર્યા છે અને આપણે તેમના જ છીએ. આપણે તેમના લોક અને તેમના ચારાનાં ઘેટાં છીએ.૪આભારસ્તુતિ સાથે તેમના દ્વારમાં પ્રવેશો અને સ્તવન કરતાં તેમના આંગણામાં આવો. આભાર માનીને તેમના નામની પ્રશંસા કરો.૫કારણ કે યહોવાહ ઉત્તમ છે; તેમની કૃપા સર્વકાળ અને તેમનું ન્યાયીપણું પેઢી દરપેઢી ટકી રહે છે.←ગીતશાસ્ત્ર ૯૯ગીતશાસ્ત્ર ૧૦૧→બધાં પુસ્તકોIndian Revised Version (Gujarati) · CC BY-SA 4.0