ગીતશાસ્ત્ર ૨૧:૧
હે યહોવાહ, તમારા સામર્થ્યથી રાજા હર્ષ પામશે! તમે કરેલા ઉદ્ધારથી તે કેટલો બધો આનંદ કરશે!ગીતશાસ્ત્ર ૨૧:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 21:1
- The king rejoices in your strength, LORD! How greatly he rejoices in your salvation!
- हिन्दी — भजन संहिता २१:१
- हे यहोवा तेरी सामर्थ्य से राजा आनन्दित होगा; और तेरे किए हुए उद्धार से वह अति मगन होगा।
સંદર્ભમાં
૧હે યહોવાહ, તમારા સામર્થ્યથી રાજા હર્ષ પામશે! તમે કરેલા ઉદ્ધારથી તે કેટલો બધો આનંદ કરશે!
૨તમે તેને તેના હૃદયની ઇચ્છા પ્રમાણે આપ્યું છે તેના હોઠની અરજીનો ઇનકાર તમે કર્યો નથી.
૩કારણ કે આશીર્વાદો લઈને તમે તેની સામે જાઓ છો; તમે ચોખ્ખા સોનાનો મુગટ તેના માથા પર મૂકો છો.
