ગીતશાસ્ત્ર ૨૩:૩
તે મારા આત્માને તાજગી આપે છે; પોતાના નામની ખાતર તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે.ગીતશાસ્ત્ર ૨૩:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 23:3
- He restores my soul. He guides me in the paths of righteousness for his name’s sake.
- हिन्दी — भजन संहिता २३:३
- वह मेरे जी में जी ले आता है। धार्मिकता के मार्गों में वह अपने नाम के निमित्त मेरी अगुआई करता है।
સંદર્ભમાં
૧યહોવાહ મારા પાળક છે; તેથી મને કશી ખોટ પડશે નહિ.
૨તે મને લીલાં ઘાસમાં સુવાડે છે તે મને શાંત પાણીની પાસે દોરી જાય છે.
૩તે મારા આત્માને તાજગી આપે છે; પોતાના નામની ખાતર તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે.
૪જો કે હું મૃત્યુની છાયાની ખીણમાં ચાલું, તોય હું કંઈપણ દુષ્ટતાથી બીશ નહિ, કેમ કે તમે મારી સાથે છો; તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો આપે છે.
૫તમે મારા દુશ્મનોની સામે મારે માટે ભોજન પીરસો છો તમે મારા માથા પર તેલ રેડ્યું છે; મારો પ્યાલો છલકાઈ જાય છે .
