ગીતશાસ્ત્ર ૩૭:૨૭
બુરાઈથી દૂર થા અને ભલું કર; અને સદાકાળ દેશમાં રહે.ગીતશાસ્ત્ર ૩૭:૨૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 37:27
- Depart from evil, and do good. Live securely forever.
- हिन्दी — भजन संहिता ३७:२७
- बुराई को छोड़ भलाई कर; और तू सर्वदा बना रहेगा।
સંદર્ભમાં
૨૫હું જુવાન હતો અને હવે હું વૃદ્ધ થયો છું; પણ ન્યાયીને તજેલો કે તેનાં સંતાનને ભીખ માગતાં મેં કદી જોયાં નથી.
૨૬આખો દિવસ તે કરુણાથી વર્તે છે અને ઉછીનું આપે છે અને તેનાં સંતાન આશીર્વાદ પામેલા હોય છે.
૨૭બુરાઈથી દૂર થા અને ભલું કર; અને સદાકાળ દેશમાં રહે.
૨૮કારણ કે યહોવાહ ન્યાયને ચાહે છે અને તે પોતાના વિશ્વાસુ ભક્તોને છોડી દેતા નથી. તે સદા તેઓનું રક્ષણ કરે છે, પણ દુષ્ટોનાં સંતાનનો વિનાશ કરશે.
૨૯ન્યાયીઓ વતનનો વારસો પામશે અને તેમાં તેઓ સદાકાળ રહેશે.
