ગીતશાસ્ત્ર ૫૬:૩
જ્યારે મને બીક લાગશે, ત્યારે હું તમારા પર ભરોસો રાખીશ.ગીતશાસ્ત્ર ૫૬:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 56:3
- When I am afraid, I will put my trust in you.
- हिन्दी — भजन संहिता ५६:३
- जिस समय मुझे डर लगेगा, मैं तुझ पर भरोसा रखूँगा।
સંદર્ભમાં
૧હે ઈશ્વર, તમે મારા પર દયા કરો, કેમ કે માણસ તો મને ગળી જાય છે; તે આખો દિવસ લડીને મારા પર જુલમ કરે છે.
૨મારા શત્રુઓ તો આખો દિવસ મને ગળી જાય છે; કેમ કે જેઓ મારી સામે અહંકારથી લડે છે તેઓ ઘણા છે.
૩જ્યારે મને બીક લાગશે, ત્યારે હું તમારા પર ભરોસો રાખીશ.
૪હું ઈશ્વરની મદદથી તેમના વચનની પ્રશંસા કરીશ, ઈશ્વર પર મેં ભરોસો રાખ્યો છે; હું બીવાનો નથી; મનુષ્યમાત્ર મને શું કરનાર છે?
૫તેઓ આખો દિવસ મારા શબ્દોનો અનર્થ કરે છે; તેઓના વિચારો મારું ખરાબ કરવાના છે.
