Skip to content
Methodist Church Nadiad
નિયમશાસ્ત્ર તથા જે વચનો સૈન્યોના યહોવાહે પોતાના આત્મા વડે અગાઉના પ્રબોધકો દ્વારા મોકલ્યાં હતાં, તે તેઓ સાંભળે નહિ માટે તેઓએ તેમનાં હૃદયો વજ્ર જેવાં કઠણ બનાવી દીધાં. તેથી સૈન્યોના યહોવાહનો કોપ ઉગ્ર થયો.

ઝખાર્યા ૭:૧૨ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

EnglishZechariah 7:12
Yes, they made their hearts as hard as flint, lest they might hear the law and the words which the LORD of Armies had sent by his Spirit by the former prophets. Therefore great wrath came from the LORD of Armies.
हिन्दीजकर्याह ७:१२
वरन् उन्होंने अपने हृदय को इसलिए पत्थर सा बना लिया, कि वे उस व्यवस्था और उन वचनों को न मान सके जिन्हें सेनाओं के यहोवा ने अपने आत्मा के द्वारा पूर्वकाल के भविष्यद्वक्ताओं से कहला भेजा था। इस कारण सेनाओं के यहोवा की ओर से उन पर बड़ा क्रोध भड़का।

સંદર્ભમાં

૧૦વિધવા તથા અનાથ, વિદેશીઓ તથા ગરીબ પર જુલમ ન કરો, અને તમારામાંનો કોઈ પણ પોતાના મનમાં પોતાના ભાઈનું નુકસાન કરવાનું ષડ્યંત્ર ન રચે.’”

૧૧પણ તેઓએ સાંભળવાનો ઇનકાર કર્યો અને તેઓએ હઠીલા થઈને પીઠ ફેરવી ; મારું વચન સાંભળે નહિ માટે તેઓએ પોતાના કાન બંધ કર્યા.

૧૨નિયમશાસ્ત્ર તથા જે વચનો સૈન્યોના યહોવાહે પોતાના આત્મા વડે અગાઉના પ્રબોધકો દ્વારા મોકલ્યાં હતાં, તે તેઓ સાંભળે નહિ માટે તેઓએ તેમનાં હૃદયો વજ્ર જેવાં કઠણ બનાવી દીધાં. તેથી સૈન્યોના યહોવાહનો કોપ ઉગ્ર થયો.

૧૩ત્યારે એવું થયું કે જ્યારે તેમણે પોકાર્યું ત્યારે તેઓ સાંભળ્યું નહિ. સૈન્યોના યહોવાહ કહે છે; ‘તે જ પ્રમાણે’, તેઓ પોકારશે પણ હું સાંભળીશ નહિ.

૧૪કેમ કે જે પ્રજાઓને તેઓ જાણતા નથી તેઓમાં હું તેઓને વંટોળિયાની સાથે વેરવિખેર કરી નાખીશ, અને તેઓના ગયા પછી દેશ એવો ઉજ્જડ થઈ જશે કે તે દેશમાં થઈને કોઈ જતું આવતું ન રહેશે, કેમ કે તેઓએ આ રળિયામણા દેશને ઉજ્જડ કરી મૂક્યો હતો.’”

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.