ઝખાર્યા ૭:૧૦
વિધવા તથા અનાથ, વિદેશીઓ તથા ગરીબ પર જુલમ ન કરો, અને તમારામાંનો કોઈ પણ પોતાના મનમાં પોતાના ભાઈનું નુકસાન કરવાનું ષડ્યંત્ર ન રચે.’”ઝખાર્યા ૭:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Zechariah 7:10
- Don’t oppress the widow, the fatherless, the foreigner, nor the poor; and let none of you devise evil against his brother in your heart.’
- हिन्दी — जकर्याह ७:१०
- न तो विधवा पर अंधेर करना, न अनाथों पर, न परदेशी पर, और न दीन जन पर; और न अपने-अपने मन में एक दूसरे की हानि की कल्पना करना।”
સંદર્ભમાં
૮યહોવાહનું વચન ઝખાર્યા પાસે આવ્યું અને કહ્યું,
૯સૈન્યોના યહોવાહ એવું કહે છે: “સાચો ન્યાય કરો, દરેક માણસ પોતાના ભાઈ પર દયા તથા કૃપા રાખો;
૧૦વિધવા તથા અનાથ, વિદેશીઓ તથા ગરીબ પર જુલમ ન કરો, અને તમારામાંનો કોઈ પણ પોતાના મનમાં પોતાના ભાઈનું નુકસાન કરવાનું ષડ્યંત્ર ન રચે.’”
૧૧પણ તેઓએ સાંભળવાનો ઇનકાર કર્યો અને તેઓએ હઠીલા થઈને પીઠ ફેરવી ; મારું વચન સાંભળે નહિ માટે તેઓએ પોતાના કાન બંધ કર્યા.
૧૨નિયમશાસ્ત્ર તથા જે વચનો સૈન્યોના યહોવાહે પોતાના આત્મા વડે અગાઉના પ્રબોધકો દ્વારા મોકલ્યાં હતાં, તે તેઓ સાંભળે નહિ માટે તેઓએ તેમનાં હૃદયો વજ્ર જેવાં કઠણ બનાવી દીધાં. તેથી સૈન્યોના યહોવાહનો કોપ ઉગ્ર થયો.
