ઝખાર્યા ૭:૯
સૈન્યોના યહોવાહ એવું કહે છે: “સાચો ન્યાય કરો, દરેક માણસ પોતાના ભાઈ પર દયા તથા કૃપા રાખો;ઝખાર્યા ૭:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Zechariah 7:9
- “Thus has the LORD of Armies spoken, saying, ‘Execute true judgment, and show kindness and compassion every man to his brother.
- हिन्दी — जकर्याह ७:९
- खराई से न्याय चुकाना, और एक दूसरे के साथ कृपा और दया से काम करना,
સંદર્ભમાં
૭જ્યારે યરુશાલેમ તથા તેની આસપાસના નગરો વસતિવાળાં તથા આબાદ હતાં અને નેગેબમાં તથા દક્ષિણની તળેટીમાં વસેલા હતાં, ત્યારે જે વચનો યહોવાહે અગાઉના પ્રબોધકોના મુખે પોકાર્યાં હતાં તે એ જ ન હતાં?”
૮યહોવાહનું વચન ઝખાર્યા પાસે આવ્યું અને કહ્યું,
૯સૈન્યોના યહોવાહ એવું કહે છે: “સાચો ન્યાય કરો, દરેક માણસ પોતાના ભાઈ પર દયા તથા કૃપા રાખો;
૧૦વિધવા તથા અનાથ, વિદેશીઓ તથા ગરીબ પર જુલમ ન કરો, અને તમારામાંનો કોઈ પણ પોતાના મનમાં પોતાના ભાઈનું નુકસાન કરવાનું ષડ્યંત્ર ન રચે.’”
૧૧પણ તેઓએ સાંભળવાનો ઇનકાર કર્યો અને તેઓએ હઠીલા થઈને પીઠ ફેરવી ; મારું વચન સાંભળે નહિ માટે તેઓએ પોતાના કાન બંધ કર્યા.
