ઝખાર્યા ૭:૧૧
પણ તેઓએ સાંભળવાનો ઇનકાર કર્યો અને તેઓએ હઠીલા થઈને પીઠ ફેરવી ; મારું વચન સાંભળે નહિ માટે તેઓએ પોતાના કાન બંધ કર્યા.ઝખાર્યા ૭:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Zechariah 7:11
- But they refused to listen, and turned their backs, and stopped their ears, that they might not hear.
- हिन्दी — जकर्याह ७:११
- परन्तु उन्होंने चित्त लगाना न चाहा, और हठ किया, और अपने कानों को बन्द कर लिया ताकि सुन न सके।
સંદર્ભમાં
૯સૈન્યોના યહોવાહ એવું કહે છે: “સાચો ન્યાય કરો, દરેક માણસ પોતાના ભાઈ પર દયા તથા કૃપા રાખો;
૧૦વિધવા તથા અનાથ, વિદેશીઓ તથા ગરીબ પર જુલમ ન કરો, અને તમારામાંનો કોઈ પણ પોતાના મનમાં પોતાના ભાઈનું નુકસાન કરવાનું ષડ્યંત્ર ન રચે.’”
૧૧પણ તેઓએ સાંભળવાનો ઇનકાર કર્યો અને તેઓએ હઠીલા થઈને પીઠ ફેરવી ; મારું વચન સાંભળે નહિ માટે તેઓએ પોતાના કાન બંધ કર્યા.
૧૨નિયમશાસ્ત્ર તથા જે વચનો સૈન્યોના યહોવાહે પોતાના આત્મા વડે અગાઉના પ્રબોધકો દ્વારા મોકલ્યાં હતાં, તે તેઓ સાંભળે નહિ માટે તેઓએ તેમનાં હૃદયો વજ્ર જેવાં કઠણ બનાવી દીધાં. તેથી સૈન્યોના યહોવાહનો કોપ ઉગ્ર થયો.
૧૩ત્યારે એવું થયું કે જ્યારે તેમણે પોકાર્યું ત્યારે તેઓ સાંભળ્યું નહિ. સૈન્યોના યહોવાહ કહે છે; ‘તે જ પ્રમાણે’, તેઓ પોકારશે પણ હું સાંભળીશ નહિ.
