ગીતશાસ્ત્ર ૨૫:૩
જેઓ તમારામાં આશા રાખે છે તેઓમાંનો કોઈ શરમાશે નહિ, પણ જેઓ વગર કારણે કપટ કરે છે તેઓ બદનામ થશે!ગીતશાસ્ત્ર ૨૫:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 25:3
- Yes, no one who waits for you will be shamed. They will be shamed who deal treacherously without cause.
- हिन्दी — भजन संहिता २५:३
- वरन् जितने तेरी बाट जोहते हैं उनमें से कोई लज्जित न होगा; परन्तु जो अकारण विश्वासघाती हैं वे ही लज्जित होंगे।
સંદર્ભમાં
૧હે યહોવાહ, હું તમારામાં મારું અંતઃકરણ લગાડું છું!
૨હે મારા ઈશ્વર, હું તમારા પર ભરોસો રાખું છું. મને અપમાનિત ન થવા દો; મારા શત્રુઓને મારા પર વિજય મેળવીને આનંદિત થવા ન દો.
૩જેઓ તમારામાં આશા રાખે છે તેઓમાંનો કોઈ શરમાશે નહિ, પણ જેઓ વગર કારણે કપટ કરે છે તેઓ બદનામ થશે!
૪હે યહોવાહ, મને તમારા માર્ગ બતાવો; તમારા રસ્તા વિષે મને શીખવો.
૫તમારા સત્યમાં મને દોરો અને મને શીખવો, કેમ કે તમે મારો ઉદ્ધાર કરનાર ઈશ્વર છો; હું આખો દિવસ તમારામાં આશા રાખું છું.
