અયૂબ ૨૧:૩
મારા બોલી રહ્યા પછી ભલે તમે મારી હાંસી ઉડાવજો; પણ હું બોલું છું ત્યાં સુધી ધીરજ રાખજો.અયૂબ ૨૧:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 21:3
- Allow me, and I also will speak. After I have spoken, mock on.
- हिन्दी — अय्यूब २१:३
- मेरी कुछ तो सहो, कि मैं भी बातें करूँ ; और जब मैं बातें कर चुकूँ, तब पीछे ठट्ठा करना।
સંદર્ભમાં
૧પછી અયૂબે જવાબ આપ્યો અને કહ્યું;
૨“હું જે કહું તે ધ્યાનથી સાંભળો, અને મને દિલાસો આપો.
૩મારા બોલી રહ્યા પછી ભલે તમે મારી હાંસી ઉડાવજો; પણ હું બોલું છું ત્યાં સુધી ધીરજ રાખજો.
૪શું મારી ફરિયાદ માણસ સામે છે? હું શા માટે અધીરો ના થાઉં?
૫મારી સામે જોઈને આશ્ચર્ય પામો, અને તમારો હાથ તમારા મુખ પર મૂકો.
