Home›Bible›ગુજરાતી›Psalmsગીતશાસ્ત્ર ૧૨૮100%AA૧જે યહોવાહને માન આપે છે અને તેમના માર્ગમાં ચાલે છે, તે સર્વ આશીર્વાદિત છે.૨તું તારે હાથે મહેનત કરીને આનંદ મેળવીશ; તું આશીર્વાદિત થશે અને સમૃદ્ધ થશે.૩તારી પત્ની તારા ઘરમાં ફળવંત દ્રાક્ષવેલાના જેવી થશે; તારાં સંતાનો તારી મેજની આસપાસ જૈતૂનવૃક્ષના રોપા જેવાં થશે.૪હા, નિશ્ચે, જે યહોવાહને માન આપે છે તે આશીર્વાદિત થશે.૫યહોવાહ તને સિયોનમાંથી આશીર્વાદ આપશે; તારા જીવનના સર્વ દિવસો પર્યંત તું યરુશાલેમનું ભલું જોશે.૬તું પોતાનાં સંતાનોનાં સંતાનો જોશે. ઇઝરાયલને શાંતિ થાઓ.←ગીતશાસ્ત્ર ૧૨૭ગીતશાસ્ત્ર ૧૨૯→બધાં પુસ્તકોIndian Revised Version (Gujarati) · CC BY-SA 4.0