1 કાળવૃતાંત ૮
૧બિન્યામીનના પાંચ દીકરા; જયેષ્ઠ દીકરો બેલા, આશ્બેલ, અહારાહ,
૨નોહા તથા રાફા.
૩બેલાના દીકરાઓ; આદ્દાર, ગેરા, એહૂદ,
૪અબીશુઆ, નામાન, અહોઆહ,
૫ગેરા, શફૂફાન તથા હૂરામ.
૬આ એહૂદના વંશજો ગેબાના રહેવાસીઓના કુટુંબોના આગેવાનો હતા, તેઓને બંદીવાન કરીને માનાહાથમાં લઈ જવાયા.
૭નામાન, અહિયા, ગેરા. ગેરાના દીકરાઓ; ઉઝઝા તથા અહિહુદ.
૮શાહરાઈમે તેની પત્નીઓ હુશીમ અને બારાને છૂટાછેડા આપી દીધા, પછી મોઆબ દેશમાં અન્ય પત્નીઓથી થયેલા તેના દીકરા;
૯તેની પત્ની હોદેશથી, શાહરાઈમ યોબાબ, સિબ્યા, મેશા તથા માલ્કામ,
૧૦યેઉસ, શાખ્યા અને મિર્મા. આ તેના દીકરાઓ તેઓના કુટુંબોના આગેવાનો હતા.
૧૧પત્ની હુશીમથી જન્મેલા દીકરા અબિટુબ તથા એલ્પાલ.
૧૨એલ્પાલના દીકરાઓ; એબેર, મિશામ તથા શેમેદ. શેમેદે ઓનો તથા લોદ નગરો તથા ગામો બંધાવ્યાં,
૧૩તેના બીજા દીકરાઓ; બરિયા તથા શેમા. તેઓ આયાલોનમાં રહેતા કુટુંબોના આગેવાનો હતા, તેઓએ ગાથના રહેવાસીઓને કાઢી મૂક્યા.
૧૪બરિયાના દીકરાઓ; આહ્યો, શાશાક, યેરેમોથ,
૧૫ઝબાદ્યા, અરાદ, એદેર,
૧૬મિખાએલ, યિશ્પા તથા યોહા.
૧૭એલ્પાલના દીકરાઓ; ઝબાદ્યા, મશુલ્લામ, હિઝકી, હેબેર,
૧૮યિશ્મરાય, યિઝલીઆ તથા યોબાબ.
૧૯શિમઈના દીકરાઓ; યાકીમ, ઝિખ્રી, ઝાબ્દી,
૨૦અલિએનાય, સિલ્લાથાય, અલીએલ,
૨૧અદાયા, બરાયા તથા શિમ્રાથ તે શિમઈના દીકરાઓ.
૨૨શાશાકના દીકરાઓ; યિશ્પાન, એબેર, અલીએલ,
૨૩આબ્દોન, ઝિખ્રી, હાનાન,
૨૪હનાન્યા, એલામ, આન્થોથિયા,
૨૫યિફદયા અને પનુએલ એ શાશાકના પુત્રો.
૨૬યરોહામના દીકરાઓ; શામ્શરાય, શહાર્યા, અથાલ્યા,
૨૭યારેશ્યા, એલિયા તથા ઝિખ્રી.
૨૮આ તેઓના કુટુંબોના આગેવાનો તથા તેમના સમયોમાં મુખ્ય પુરુષો હતા. તેઓ યરુશાલેમમાં રહેતા હતા.
૨૯ગિબ્યોનનો પિતા યેઈએલ ગિબ્યોનમાં રહેતો હતો. તેની પત્નીનું નામ માકા હતું.
૩૦તેના દીકરાઓ; જયેષ્ઠ દીકરો આબ્દોન અને સૂર, કીશ, બઆલ, નાદાબ,
૩૧ગદોર, આહ્યો તથા ઝેખેર.
૩૨યેઈએલનો બીજો દીકરો મિકલોથ. તેનો દીકરો શિમા. તેઓ પણ યરુશાલેમમાં પોતાના ભાઈઓની સાથે રહેતા હતા.
૩૩નેરનો દીકરો કીશ હતો. કીશનો દીકરો શાઉલ હતો. શાઉલના દીકરા; યોનાથાન, માલ્કી-શુઆ, અબીનાદાબ તથા એશ્બાલ.
૩૪યોનાથાનનો દીકરો મરીબ્બાલ. મરીબ્બાલનો દીકરો મિખા,
૩૫મિખાના દીકરાઓ; પિથોન, મેલેખ, તારેઆ તથા આહાઝ.
૩૬આહાઝનો દીકરો યહોઆદ્દા. યહોઆદ્દા દીકરાઓ; આલેમેથ, આઝમાવેથ તથા ઝિમ્રી. ઝિમ્રીનો દીકરો મોસા.
૩૭મોસાનો દીકરો બિનઆ. બિનઆનો દીકરો રાફા. રાફાનો દીકરો એલાસા. એલાસાનો દીકરો આસેલ.
૩૮આસેલના છ દીકરાઓ; આઝ્રીકામ, બોખરુ, ઇશ્માએલ, શાર્યા, ઓબાદ્યા તથા હાનાન.
૩૯આસેલના ભાઈ એશેકના દીકરાઓ; જયેષ્ઠ દીકરો ઉલામ, બીજો યેઉશ અને ત્રીજો અલીફેલેટ.
૪૦ઉલામના દીકરાઓ પરાક્રમી શૂરવીર પુરુષો અને તીરંદાજ હતા, તેઓના દીકરાઓ અને પૌત્રોની સંખ્યા એકસો પચાસ જેટલી હતી. તેઓ સર્વ બિન્યામીનના વંશજો હતા.
