1 કાળવૃતાંત ૬
૧લેવીના દીકરાઓ: ગેર્શોન, કહાથ તથા મરારી.
૨કહાથના દીકરાઓ: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન તથા ઉઝિયેલ.
૩આમ્રામના દીકરાઓ: હારુન, મૂસા તથા દીકરી મરિયમ. હારુનના દીકરાઓ: નાદાબ, અબીહૂ, એલાઝાર તથા ઈથામાર.
૪એલાઝારનો દીકરો ફીનહાસ. ફીનહાસનો દીકરો અબીશૂઆ.
૫અબીશૂઆનો દીકરો બુક્કી. બુક્કીનો દીકરો ઉઝઝી.
૬ઉઝઝીનો દીકરો ઝરાહયા. ઝરાહયાનો દીકરો મરાયોથ.
૭મરાયોથનો દીકરો અમાર્યા. અમાર્યાનો દીકરો અહિટૂબ.
૮અહિટૂબનો દીકરો સાદોક. સાદોકનો દીકરો અહિમાઆસ.
૯અહિમાઆસનો દીકરો અઝાર્યા. અઝાર્યાનો દીકરો યોહાનાન.
૧૦યોહાનાનનો દીકરો અઝાર્યા. સુલેમાને યરુશાલેમમાં જે ભક્તિસ્થાન બાંધ્યું તેમા જે સેવા કરતો હતો તે એ જ છે.
૧૧અઝાર્યાનો દીકરો અમાર્યા. અને અમાર્યાનો દીકરો અહિટૂબ.
૧૨અહિટૂબનો દીકરો સાદોક. સાદોકનો દીકરો શાલ્લુમ.
૧૩શાલ્લુમનો દીકરો હિલ્કિયા. હિલ્કિયાનો દીકરો અઝાર્યા.
૧૪અઝાર્યાનો દીકરો સરાયા. સરાયાનો દીકરો યહોસાદાક.
૧૫જયારે ઈશ્વરે નબૂખાદનેસ્સાર મારફતે યહૂદિયા અને યરુશાલેમના લોકોને બંદીવાન બનાવ્યાં હતા ત્યારે યહોસાદાકને બંદીવાસમાં લઈ જવામાં આવ્યો હતો.
૧૬લેવીના દીકરાઓ: ગેર્શોન, કહાથ તથા મરારી.
૧૭ગેર્શોમના દીકરાઓ: લિબ્ની તથા શિમઈ.
૧૮કહાથના દીકરાઓ: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝિયેલ.
૧૯મરારીના દીકરાઓ: માહલી તથા મુશી. આ લેવીઓનાં કુળો તેમના પિતાના કુટુંબો પ્રમાણે:
૨૦ગેર્શોમનો દીકરો: લિબ્ની. લિબ્નીનો દીકરો યાહાથ, તેનો દીકરો ઝિમ્મા.
૨૧તેનો દીકરો યોઆહ, તેનો દીકરો ઇદ્દો, તેનો દીકરો ઝેરાહ, તેનો દીકરો યેઆથરાય.
૨૨કહાથના વંશજો: તેનો દીકરો આમ્મીનાદાબ, તેનો દીકરો કોરા, તેનો દીકરો આસ્સીર,
૨૩તેનો દીકરો એલ્કાના, તેનો દીકરો એબ્યાસાફ, તેનો દીકરો આસ્સીર,
૨૪તેનો દીકરો તાહાથ, તેનો દીકરો ઉરીએલ, તેનો દીકરો ઉઝિયા, તેનો દીકરો શાઉલ.
૨૫એલ્કાનાના દીકરાઓ: અમાસાય તથા અહિમોથ.
૨૬એલ્કાનાનો બીજો દીકરો સોફાય, તેનો દીકરો નાહાથ.
૨૭તેનો દીકરો અલિયાબ, તેનો દીકરો યરોહામ, તેનો દીકરો એલ્કાના.
૨૮શમુએલના દીકરાઓ: જયેષ્ઠપુત્ર યોએલ તથા બીજો અબિયા.
૨૯મરારીનો દીકરો માહલી, તેનો દીકરો લિબ્ની, તેનો દીકરો શિમઈ તથા તેનો દીકરો ઉઝઝા.
૩૦તેનો દીકરો શિમા, તેનો દીકરો હાગ્ગિયા, તેનો દીકરો અસાયા.
૩૧કરારકોશને લાવીને એક જગ્યાએ પ્રસ્થાપિત કર્યા પછી ઈશ્વરના ભક્તિસ્થાનમાં દાઉદ રાજાએ ઈશ્વરની સ્તુતિ કરવા માટે સંગીતકારો પર આગેવાનો નીમ્યા.
૩૨જ્યાં સુધી સુલેમાને ઈશ્વરનું ભક્તિસ્થાન યરુશાલેમમાં બાંધ્યું નહોતું, ત્યાં સુધી તેઓ ગાયન કરીને મુલાકાતમંડપના તંબુ આગળ સેવા કરતા હતા. તેઓ તેમને આપેલા કામના ક્રમ પ્રમાણે સેવા માટે હાજર રહેતા હતા.
૩૩જેઓ સેવા કરતા હતા તેઓ તથા તેઓના દીકરાઓ: કહાથીઓના કુટુંબનો ગાયક હેમાન, હેમાન યોએલનો દીકરો, યોએલ શમુએલનો દીકરો,
૩૪શમુએલ એલ્કાનાનો દીકરો, એલ્કાના યરોહામનો દીકરો, યરોહામ અલિયેલનો દીકરો, અલિયેલ તોઆનો દીકરો હતો.
૩૫તોઆ સૂફનો દીકરો, સૂફ એલ્કાનાનો દીકરો, એલ્કાના માહાથનો દીકરો, માહાથ અમાસાયનો દીકરો,
૩૬અમાસાય એલ્કાનાનો દીકરો, એલ્કાના યોએલનો દીકરો, યોએલ અઝાર્યાનો દીકરો, અઝાર્યા સફાન્યાનો દીકરો,
૩૭સફાન્યા તાહાથનો દીકરો, તાહાથ આસ્સીરનો દીકરો, આસ્સીર એબ્યાસાફનો દીકરો, એબ્યાસાફ કોરાનો દીકરો,
૩૮કોરા યિસ્હારનો દીકરો, યિસ્હાર કહાથનો દીકરો, કહાથ લેવીનો દીકરો, લેવી ઇઝરાયલનો દીકરો.
૩૯હેમાનનો સાથીદાર આસાફ, જે તેને જમણે હાથે ઊભો રહેતો હતો. આસાફ બેરેખ્યાનો દીકરો, બેરેખ્યા શિમઆનો દીકરો.
૪૦શિમઆ મિખાએલનો દીકરો, મિખાએલ બાસેયાનો દીકરો, બાસેયા માલ્કિયાનો દીકરો.
૪૧માલ્કિયા એથ્નીનો દીકરો, એથ્ની ઝેરાનો દીકરો, ઝેરા અદાયાનો દીકરો.
૪૨અદાયા એથાનનો દીકરો, એથાન ઝિમ્માનો દીકરો, ઝિમ્મા શિમઈનો દીકરો.
૪૩શિમઈ યાહાથનો દીકરો, યાહાથ ગેર્શોમનો દીકરો, ગેર્શોમ લેવીનો દીકરો.
૪૪હેમાનના ડાબા હાથે તેના સાથીદાર મરારીના દીકરાઓ હતા. તેઓમાં કીશીનો દીકરો એથાન. કીશી આબ્દીનો દીકરો, આબ્દી માલ્લૂખનો દીકરો.
૪૫માલ્લૂખ હશાબ્યાનો દીકરો, હશાબ્યા અમાસ્યાનો દીકરો, અમાસ્યા હિલ્કિયાનો દીકરો.
૪૬હિલ્કિયા આમ્સીનો દીકરો, આમ્સી બાનીનો દીકરો, બાની શેમેરનો દીકરો,
૪૭શેમેર માહલીનો દીકરો, માહલી મૂશીનો દીકરો, મુશી મરારીનો દીકરો, મરારી લેવીનો દીકરો.
૪૮તેઓના લેવી સાથીઓ ઈશ્વરના મંડપની તમામ સેવાને માટે નિમાયેલા હતા.
૪૯હારુન તથા તેના દીકરાઓએ પરમપવિત્રસ્થાનને લગતું સઘળું કામ કર્યું. એટલે તેઓએ દહનીયાર્પણની વેદી પર અર્પણો ચઢાવ્યાં. તેઓએ ધૂપવેદી પર ધૂપ બાળ્યું. સર્વ ઇઝરાયલને માટે પ્રાયશ્ચિત કરવા સારુ, તેઓએ ઈશ્વરના સેવક મૂસાએ જે સર્વ આજ્ઞાઓ આપી હતી તે પ્રમાણે કરતા હતા.
૫૦હારુનના વંશજો: હારુનનો દીકરો એલાઝાર, એલાઝારનો દીકરો ફીનહાસ, ફીનહાસનો દીકરો અબીશૂઆ,
૫૧અબીશૂઆનો દીકરો બુક્કી, બુક્કીનો દીકરો ઉઝઝી, ઉઝઝીનો દીકરો ઝરાહયા,
૫૨ઝરાયાનો દીકરો મરાયોથ, મરાયોથનો દીકરો અમાર્યા, અમાર્યાનો દીકરો અહિટૂબ,
૫૩અહિટૂબનો દીકરો સાદોક, સાદોકનો દીકરો અહિમાઆસ હતો.
૫૪જે જગ્યા હારુનના વંશજોને આપવામાં આવી હતી. એ જગ્યાઓ આ હતી. કહાથીઓના કુટુંબો માટે ચિઠ્ઠીઓ નાખીને પહેલો ભાગ તેમને આપવામાં આવ્યો હતો:
૫૫તેઓને યહૂદાના દેશમાં હેબ્રોન તથા તેની આસપાસની ઘાસચારાવાળી જમીનો આપવામાં આવી હતી.
૫૬પણ તે નગરનાં ખેતરો તથા તેની આસપાસનાં ગામો તેઓએ યફૂન્નેના દીકરા કાલેબને આપ્યાં.
૫૭હારુનના વંશજોને તેઓએ આશ્રયનગર એટલે હેબ્રોન આપ્યું. વળી લિબ્નાહ તેના ગોચરો સહિત યાત્તીર તથા એશ્તમોઆ તેના ગોચરો સહિત,
૫૮હિલેન તેના ગોચરો સહિત, દબીર તેના ગોચરો સહિત,
૫૯હારુનના વંશજોને આશાન તેના ગૌચરો સહિત સાથે તથા બેથ-શેમેશ તેના ગોચરો સહિત આપવામાં આવ્યાં.
૬૦બિન્યામીનના કુળમાંથી ગેબા તેના ગોચરો સહિત, આલેમેથ તેના ગોચરો સહિત તથા અનાથોથ તેના ગોચરો સહિત. કહાથીઓના કુટુંબોને આ સઘળાં મળીને તેર નગરો આપવામાં આવ્યા.
૬૧કહાથના બાકીના વંશજોને ચિઠ્ઠીઓ નાખીને એફ્રાઇમ, દાન, તથા મનાશ્શાના અડધા કુળમાંથી દસ નગરો આપવામાં આવ્યાં.
૬૨ગેર્શોમના વંશજોને તેઓનાં જુદાં જુદાં કુટુંબો માટે ઇસ્સાખારના કુળમાંથી, આશેરના કુળમાંથી, નફતાલીના કુળમાંથી તથા મનાશ્શાના કુળમાંથી બાશાનમાં તેર નગરો આપવામાં આવ્યાં.
૬૩મરારીના વંશજોને, તેઓનાં કુટુંબો પ્રમાણે, રુબેનના, ગાદના તથા ઝબુલોનના કુળમાંથી ચિઠ્ઠીઓ નાખીને બાર નગરો આપવામાં આવ્યાં.
૬૪તેથી ઇઝરાયલના લોકોએ લેવીઓને આ નગરો તેઓનાં ગોચરો સહિત આપ્યાં.
૬૫તેઓએ યહૂદાના, શિમયોનના તથા બિન્યામીનના કુળમાંથી આ નગરો જેઓનાં નામ આપેલાં છે તે, ચિઠ્ઠીઓ નાખીને આપ્યાં.
૬૬કહાથના કેટલાંક કુટુંબોને એફ્રાઇમના કુળમાંથી નગરો આપવામાં આવ્યાં.
૬૭તેઓને એફ્રાઇમના પહાડી પ્રદેશમાં આવેલું શખેમ આશ્રયનું નગર તેના ગોચરો સહિત, ગેઝેર તેના ગોચરો સહિત આપવામાં આવ્યાં.
૬૮યોકમામ તેના ગોચરો સહિત, બેથ-હોરોન તેના ગોચરો સહિત,
૬૯આયાલોન તેના ગોચરો સહિત તથા ગાથ-રિમ્મોન તેના ગોચરો સહિત આપવામાં આવ્યાં.
૭૦મનાશ્શાના અડધા કુળમાંથી આનેર તેના ગોચરો સહિત તથા બિલહામ તેના ગોચરો સહિત આપવામાં આવ્યા. આ સંપત્તિ બાકીના કહાથીઓના કુટુંબોની થઈ.
૭૧ગેર્શોમના વંશજોને મનાશ્શાના અડધા કુળમાંથી બાશાનમાંનું ગોલાન તેના ગોચરો સહિત તથા આશ્તારોથ તેના ગોચરો સહિત આપવામાં આવ્યાં.
૭૨ઇસ્સાખારના કુળમાંથી ગેર્શોમના વંશજોએ કેદેશ તેના ગોચરો સહિત, દાબરાથ તેના ગોચરો સહિત,
૭૩રામોથ તેના ગોચરો સહિત તથા આનેમ તેના ગોચરો સહિત પણ આપવામાં આવ્યાં.
૭૪આશેરના કુળમાંથી તેઓને માશાલ તેના ગોચરો સહિત, આબ્દોન તેના ગોચરો સહિત,
૭૫હુકોક તેના ગોચરો સહિત, રહોબ તેના ગોચરો સહિત મળ્યાં.
૭૬નફતાલીના કુળમાંથી તેઓએ ગાલીલમાંનું કેદેશ તેના ગોચરો સહિત, હામ્મોન તેના ગોચરો સહિત તથા કિર્યાથાઈમ તેના ગોચરો સહિત પ્રાપ્ત કર્યાં.
૭૭બાકીના લેવીઓને એટલે મરારીના વંશજોને ઝબુલોનના કુળમાંથી, રિમ્મોન તેના ગોચરો સહિત તથા તાબોર તેના ગોચરો સહિત આપવામાં આવ્યા.
૭૮તેઓના કુળોને યરીખોની પાસે યર્દનને પેલે પાર, એટલે નદીની પૂર્વ તરફ, અરણ્યમાંનું બેસેર તેના ગોચરો સહિત, યાહસા તેના ગોચરો સહિત;
૭૯કદેમોથ તેના ગોચરો સહિત તથા મેફાથ તેના ગોચરો સહિત રુબેનના કુળમાંથી આપવામાં આવ્યાં.
૮૦ગાદના કુળમાંથી તેઓને ગિલ્યાદમાંનું રામોથ તેના ગોચરો સહિત, માહનાઇમ તેના ગોચરો સહિત,
૮૧હેશ્બોન તેના ગોચરો સહિત તથા યાઝેર તેના ગોચરો સહિત નગરો આપવામાં આવ્યાં.
